આજકાલના બાળકોની બૌદ્ધિક ક્ષમતા શાનદાર જોવા મળે છે. આ સ્થિતિમાં જો આપના બાળકની મગજની ક્ષમતા અન્ય બાળકોની તુલનામાં ઓછી હોય તો સમજવું કે બાળકમાં પોષણયુક્ત ડાયટની કમી છે. આ સ્થિતિમાં બાળકના ડાયટમાં પોષણયુક્ત ડાયટ સામેલ કરવું જોઇએ.
2/7
જો આપ આપના બાળકની મગજશક્તિ તેજ કરવા માંગો છો તો તેને ફિશ ખવડાવો. ફિશમાં ઓમેગો -3 ફેટી એસિડ જોવા મળે છે. જે મગજને તેજ કરવામાં મદદ કરે છે.
3/7
ગ્રીન વેજિટેબલનું સેવન બાળકો માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકનું માઇન્ડ તેજ દોડે છે. સાથે શરીર પણ ચુસ્ત દુરસ્ત રહે છે.
4/7
એગ ખાવાથી પણ મગજની ક્ષમતાને વધારી શકાય છે. એગમાં પણ ઓમેગા -3 ફેટી એસિડની સાથે કોલિન, જિંક, લ્યૂટિન જેવા તત્વ છે. જે મગજની ક્ષમતાને વધારી શકે છે.
5/7
જો તમે તમારા બાળકના મગજને ખૂબ મજબૂત બનાવવા માંગો છો, તો તેને નિયમિતપણે દહીં ખવડાવો. દહીં ખાવાથી બાળકનું મગજ ખૂબ જ ઝડપથી ચાલે છે.
6/7
ઓટસનું સેવન કરવાથી પણ બાળકોનું માઇન્ડ તેજ થાય છે. આમાં વિટામિન ઇ, વિટામિન બી કોમ્પ્લેક્સ, ઝિંક વગેરે મળી આવે છે, જે બાળકોના મગજને તેજ બનાવવામાં અસરકારક છે.
7/7
બાળકોના મગજને એનર્જી આપવા માટે આખા અનાજને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે બાળકના મગજને વધારવા માંગતા હોવ તો આખા અનાજ ખવડાવો.