જો તમે પણ પરસેવો પાડ્યા વગર તમારા વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો આ પીણાં તમારા માટે છે. હા, આ દેશી ડ્રિંક્સ દ્વારા તમે 15 દિવસમાં તમારું વજન નિયંત્રિત કરી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે તેમજ તેમાં મૂકવામાં આવેલી તમામ સામગ્રી તમારા રસોડામાંથી મળી જશે. જાણીએ આ દેશી પીણીના ફાયદા...
2/6
જીરાનું પાણી: આને બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખવું અને તેને આખી રાત રહેવાનું છે. હવે આ પાણીને ગાળી લો. હવે આ પાણીને ઉકાળો અને તેમાં મરી પાવડર ઉમેરીને ખાલી પેટે સેવન કરો.
3/6
અજવાળનું પાણી: અજમાને પાણીમાં નાખીને ઉકાળો. ઉકાળ્યા પછી તેને ગાળી લો, તેમાં લીંબુનો રસ અને મરી પાવડર ઉમેરીને હુંફાળું થયા બાદ સેવન કરો
4/6
હળદરનું પાણી: એક વાસણમાં બે કપ પાણી લો અને તેને ઉકાળો, હવે તેને ગેસ પરથી ઉતારી લો અને તેમાં એક ચપટી હળદર અને તજ પાવડર ઉમેરો. ઠંડું પડ્યાં બાદ આ ડ્રિન્કને ગાળીને પી જાવ
5/6
આદુનું લીંબુનું શરબત: આ બનાવવા માટે, એક ગ્લાસ ગરમ પાણી લો, તેમાં લીંબુ, આદુનો રસ અને તજ પાવડર નાખી, મિક્સ કરીને તેનું સેવન કરો.
6/6
લીંબુ મધનું પીણું: તેને બનાવવા માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરો અને સવારે ખાલી પેટ આ રીતે પીવો.