શોધખોળ કરો
Weather Update: કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી, તો આ રાજ્યમાં વરસાદનું આગમન
Weather Update: ચોમાસાના કારણે ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં અલગ-અલગ જગ્યાએ વરસાદ થયો છે. દરમિયાન, IMDએ કહ્યું કે ઉત્તરપૂર્વમાં પણ આગામી 4-5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
ફાઇલ તસવીર
1/7

Monsoon In India: ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ કેરળ અને ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થઇ ગયુ છે.
2/7

હવામાન વિભાગે (IMD)કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં આજથી 2 જૂન સુધી વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
3/7

IMDએ કહ્યું કે, ચોમાસાને કારણે પૂર્વોત્તર રાજ્યો એટલે કે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં વરસાદની સંભાવના છે.
4/7

IMDએ જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં ત્રાટકશે. અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવશે, જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે."
5/7

ચોમાસું ખૂબ મહત્વનું છે કારણ કે દેશમાં 70 ટકા વરસાદ આ સમયગાળા દરમિયાન થાય છે. ચોમાસા પર ભારતનો આધાર છે.
6/7

બિહારના કેટલાક સ્થળોએ હીટ વેવથી ગંભીર સ્થિતિ પ્રવર્તી શકે છે, જ્યારે 31 મેના રોજ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઝારખંડ અને ઓડિશાના અલગ-અલગ સ્થળોએ હિટવેલની સ્થિતિ યથાવત છે.
7/7

IMDની આગાહી પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી દિવસોમાં દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં હિટવેવ યથાવત રહેશે. અહીં હજુ થોડો સમય ચોમાસા માટે રાહ જોવી પડશે.
Published at : 31 May 2024 08:23 AM (IST)
આગળ જુઓ
Advertisement





















