શોધખોળ કરો
Ahmedabad Rains: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કડાકા ભડાકા સાથે વરસાદ, પોશ વિસ્તારો થયા પાણીમાં ગરકાવ
Ahmedabad Rains: ભાદરવે ભરપુર એ ઉકિત છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરમાં સાચી પડી રહી છે. સતત ત્રીજા દિવસે બપોરનો સમય હોવાછતાં રાતના સમય જેવું અંધારું છવાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો.
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ
1/8

શહેરના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવતા આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતું.
2/8

શહેરના મકરબા ઉપરાંત સરખેજ,બોડકદેવ ઉપરાંત એસ.જી.હાઈવે સહિતના વિસ્તારમાં વીજકડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનુ શરુ થતા વિઝીબીલીટીમાં ઘટાડો થતા લોકોને ફરજીયાત તેમના વાહનોની લાઈટ શરૂ કરવી પડી હતી.
Published at : 12 Sep 2022 02:51 PM (IST)
આગળ જુઓ





















