શોધખોળ કરો
ગુજરાતને ગૌરવ અપાવનારા મહાન જાદુગરનું નિધન, વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ જીતેલો, ક્યા અનોખા ખેલ શોધેલા ?
Jadugar_klal
1/5

અમદાવાદઃ વિશ્વ પ્રસિધ્ધ જાદુગર જુનિયર કે. લાલનું રવિવારે નિધન થતાં જાદુની કલાને જીવંત રાખનારા વધુ એક મહાન જાદુગરે વિદાય લીધી છે. મહાન જાદુગર કે.લાલના સુપુત્ર એવા જુનિયર કે.લાલનું સાચું નામ હર્ષદરાય વોરાહતું અને પરિવાર તથા મિત્રજનોમાં હસુભાઈ તરીકે જાણીતા હતા. હસુભાઈનું દુઃખદ અવસાન થતાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભારતીય જાદ કલાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં કે. લાલ અને તેમાન પુત્ર જુનિયર કે. લાલનું મોટું યોગદાન છે.
2/5

જુનિયર કે. લાલને કોરોના થયો હતો પણ સારવાર પછી સાજા થઈ ગયા હતા. તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અચાનક હાર્ટ એટેક આવતાં તેમને અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાકળ કર્યા હતા જ્યાં તેમણે રવિવારે દેહત્યાગ કર્યો હતો. સોમવારે આવતીકાલે સવારે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કોવિડના નિયમોનુસાર નીકળી હતી.
Published at : 05 Apr 2021 10:31 AM (IST)
આગળ જુઓ





















