શોધખોળ કરો
Ahmedabad Rain: માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ તસવીરો
Ahmedabad Rain: માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ તસવીરો

અમદાવાદ શહેરમાં વરસાદ
1/6

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે.
2/6

સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ચાંદખેડા વિસ્તારમાં ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે.
3/6

ડમરૂ સર્કલથી ત્રાગડ જવાના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
4/6

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/6

હેલમેટ સર્કલ, નારણપુરા, સોલા રોડ, ભુયંગદેવ, મેઘાણીનગર, એસજી હાઈવે, ગોતા બ્રિજ, વેજલપુર, ચાંદલોડીયા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
6/6

દોઢ ઈંચ વરસાદથી મીઠાખળી અને પરિમલ અન્ડરપાસ બંધ કરવો પડ્યો હતો. વાસણા બેરેજના 28, 29 અને 30 નંબરનો ગેટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
Published at : 24 Aug 2024 01:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
