શોધખોળ કરો
૮મું પગાર પંચ: DA વગર પણ Level 1 થી 18 કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે, જાણો સંપૂર્ણ ગણતરી
કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ માટે મોટું અપડેટ; જાન્યુઆરી 2026થી અમલની ગણતરી થશે; ફિટમેન્ટ ફેક્ટર 2.46 મુજબ લેવલ-7ના પગારમાં ₹57,338 સુધીનો વધારો સંભવ.
કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચ (8th Pay Commission) અંગે એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે.
1/5

અહેવાલો અનુસાર, આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવી શકે છે. ભલે કમિશનની રચના કે સત્તાવાર સૂચનામાં વિલંબ થાય, પરંતુ પગારની ગણતરી આ તારીખથી જ માન્ય ગણાશે. સૌથી મોટો ફેરફાર એ છે કે નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું (DA) મૂળ પગારમાં સમાવી લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
2/5

આ ફેરફારને કારણે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. અનુમાનિત 2.46 ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ, લેવલ-1 ના કર્મચારીઓનો હાલનો ન્યૂનતમ મૂળ પગાર ₹18,000 થી વધીને ₹44,000 સુધી પહોંચી શકે છે, જેમાં HRA (શહેર પ્રમાણે) ચોક્કસપણે ઉમેરવામાં આવશે.
Published at : 04 Oct 2025 08:48 PM (IST)
આગળ જુઓ
Advertisement




















