શોધખોળ કરો
Lok Sabha Elections 2024: રતન ટાટા સહિત આ ઉદ્યોગપતિએ કર્યુ વોટિંગ, જુઓ તસવીરો
Lok Sabha Election: લોકસભા ચૂંટણીના પાંચમાં અંતર્ગત આજે પાંચમાં તબક્કાના મતદાન થયું. મુંબઈમાં આજે ઘણા ઉદ્યોગપતિએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતદાન કર્યાનું નિશાન બતાવતાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને આકાશ અંબાણી
1/6

ટાટા ગ્રુપના રતન ટાટાએ મુંબઈમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને પણ મહત્તમ વોટિંગની અપીલ કરી હતી.
2/6

એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે મુંબઈમાં પોતાનો મત આપ્યો છે. મુકેશ અંબાણી મુંબઈના પોલિંગ બૂથ પર પહોંચ્યા અને તેમની સાથે તેમની પત્ની નીતા અંબાણી અને મોટા પુત્ર મુકેશ અંબાણીએ પણ મતદાન કર્યું.
3/6

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ લોકસભા ચૂંટણીમાં આજે મુંબઈમાં થઈ રહેલી મતદાન પ્રક્રિયામાં પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો. પોતાનો મત આપ્યા પછી, તેણે X પર તેની શાહીવાળી આંગળીની તસવીર પણ પોસ્ટ કરી.
4/6

મુંબઈમાં આજે લોકસભા ચૂંટણીના મતદાનમાં મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીએ વહેલી સવારે મતદાન કર્યું હતું. તેઓ વહેલી સવારે 7 વાગે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને લાઈનમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોવા લાગ્યા. વોટ આપતા પહેલા અનિલ અંબાણીએ કતારમાં ઉભેલા લોકો સાથે વાત પણ કરી હતી.
5/6

મતદાન કર્યા પછી, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી મતદાન મથકની બહાર આવ્યા અને કહ્યું, "ભારતીય નાગરિક તરીકે મતદાન કરવું મહત્વપૂર્ણ છે. મત આપવો એ આપણો અધિકાર અને જવાબદારી છે. હું દરેકને બહાર આવવા અને પોતાનો મત આપવા વિનંતી કરું છું. તમારા મતના અધિકારનો ઉપયોગ કરો.
6/6

મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે અને દેશના સૌથી ધનિક અને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમણે પણ પરિવાર સાથે વોટિંગ કર્યું હતું.
Published at : 20 May 2024 06:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
