શોધખોળ કરો
PAN-Aadhaar લિંક કરવા માટે હવે માત્ર એક અઠવાડિયાનો સમય, પછી ભરવો પડશે આડલો દંડ
Aadhaar-PAN Linkage: પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત બની ગયું છે અને હવે તેની અંતિમ તારીખ નજીકમાં છે. તે પછી તમારે દંડ ભરવો પડી શકે છે...
પ્રતિકાત્મક તસવીર
1/10

પાન કાર્ડ અને આધાર કાર્ડ, બંને આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે, જેની સમયમર્યાદા ખૂબ નજીક છે.
2/10

ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી બની ગયું છે. જો તમે 30 જૂન, 2023 સુધી આ નહીં કરો, તો તે પછી તમારું PAN કામ કરવાનું બંધ કરી દેશે.
3/10

તેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે અને હાલમાં છેલ્લી તારીખ 30 જૂન છે. આ પછી સમયમર્યાદા વધુ લંબાવવાની અપેક્ષા લગભગ શૂન્ય છે.
4/10

આવી સ્થિતિમાં, તમારે વિલંબ કર્યા વિના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જોઈએ, કારણ કે 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી, તમારે આ માટે દંડ ચૂકવવો પડશે.
5/10

જો તમે સમયમર્યાદા સુધી આ કામ ન કર્યું હોય, તો તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લિંકેજની વિનંતી કરતા પહેલા દંડ તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
6/10

આ માટે, તે બેંકોની યાદી પહેલાથી જ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મૂકવામાં આવી છે, જ્યાંથી તમે દંડ ભરવા માટે ચલણ મેળવી શકો છો.
7/10

જો તમે PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમારે ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. આવકવેરા વિભાગે સ્પષ્ટપણે કહ્યું છે કે જો આ સમયમર્યાદા સુધી નહીં કરવામાં આવે તો સંબંધિત કરદાતાનું રિફંડ રોકી દેવામાં આવશે.
8/10

આનો અર્થ એ છે કે જો તમે PAN અને આધારને લિંક નહીં કરો તો તમે આવકવેરા રિફંડ મેળવી શકશો નહીં.
9/10

એટલું જ નહીં પરંતુ જો તમે પેનલ્ટી ભરીને પાછળથી લિંક કરશો તો પણ તમને નુકસાન થશે. એક તરફ તમે પેનલ્ટી ચૂકવશો, તો બીજી તરફ જે સમયગાળા માટે PAN નિષ્ક્રિય છે તે સમયગાળા માટે તમને વ્યાજ નહીં મળે.
10/10

PAN ને આધાર સાથે લિંક ન કરવાનો બીજો મોટો ગેરલાભ એ છે કે તમારી પાસેથી વધુ TCS અને TDS વસૂલવામાં આવશે.
Published at : 23 Jun 2023 06:20 AM (IST)
View More
Advertisement





















