શોધખોળ કરો
In Photos: રૂ. 2000ની નોટ હજુ પણ તમારી પાસે હોય તો 30 સપ્ટેમ્બર પહેલા કરી દો આ કામ, નહીંતર.....
2000 Rupee Note: દેશની મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000ની નોટો અંગો મોટું નિવેદન આપ્યું છે. RBIએ જણાવ્યું કે, રૂપિયા 2000ની 93 ટકા નોટો દેશની બેંકોમાં જમા થઈ ગઈ છે.

ફાઈલ તસવીર
1/7

બેંકે જણાવ્યું કે, 31 ઓગસ્ટ-2023 સુધીમાં 3.32 લાખ કરોડના મૂલ્યની 2000 રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. હવે બજારમાં માત્ર 24 લાખ રૂપિયાની નોટો જ ચલણમાં છે.
2/7

ભારતીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટને જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023ની ડેડલાઈન નક્કી કરી છે. જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજો. કેમ કે 2000 રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન સરકાર લંબાવાની નથી.
3/7

ભારતીય રિઝર્વ બેન્કે મે મહિનામાં સૌથી મોટી કરન્સી 2000 રૂપિયાની નોટ પર નિર્ણય લીધો હતો, જોકે રિઝર્વ બેન્કે કહ્યુ હતુ કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
4/7

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે-ધીમે 2000ની નોટ બજારમાંથી પાછી મંગાવી રહ્યા છે.
5/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની.
6/7

સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે.
7/7

જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ હોય તો 30 સપ્ટેમ્બર પહેલા જમા કરાવી દેજો. બાદમાં આ નોટ કોઈ કામની નહીં રહે.
Published at : 02 Sep 2023 07:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
