શોધખોળ કરો
અમરેલીમાં બસ પોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, નાગનાથ મંદિરમાં કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અમરેલીમાં નાગનાથ મહાદેવના મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
1/6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અમરેલીમાં નાગનાથ મહાદેવના મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. દરમિયાન શહેરના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું સન્માન અને અભિવાદન કર્યું હતું.
2/6

અમરેલીમાં તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અને પૂજા અર્ચના કરી હતી. અમરેલીના મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું
3/6

મંદિરના ટ્રસ્ટી કિશોરભાઈ મહેતાએ મુખ્યમંત્રીને અમરેલી નાગનાથ મંદિરનો ઈતિહાસ જણાવ્યો હતો. ૨૦૭ વર્ષ જૂનું આ શિવાલયનું નિર્માણ તત્કાલિન ગાયકવાડ રાજ્યના દીવાનજી દ્વારા કરવામાં આવ્યું હતું.
4/6

આ પ્રસંગે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, રાજુલા- જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, લીલીયા-સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા હાજર રહ્યા હતા.
5/6

તે સિવાય લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંઘ, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, અમરેલીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
6/6

અમરેલી શહેરમાં ભવ્ય બસ પોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. PPP મોડેલથી 42 કરોડથી વધુના ખર્ચે બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. બસ પોર્ટ મુસાફરો માટે અનેક સુવિધાઓથી સજ્જ છે
Published at : 20 Sep 2024 01:03 PM (IST)
આગળ જુઓ
Advertisement