શોધખોળ કરો
પૂર્ણા નદીના વધતા જળસ્તરથી નવસારીમાં પૂર, શાળા-કોલેજમાં આજે રજા
ભારે વરસાદને પગલે નવસારી શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધની જાહેરાત કરાઇ હતી.નવસારી-જલાલપોરમાં શાળા-કોલેજ અને આંગણવાડીમાં આજે જાહેર રજા જાહેર કરાઇ હતી.
પૂર્ણા નદીનું વધતા જળસ્તરથી નવસારીમાં પૂર
1/6

ભારે વરસાદને પગલે નવસારી શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધની જાહેરાત કરાઇ હતી.નવસારી-જલાલપોરમાં શાળા-કોલેજ અને આંગણવાડીમાં આજે જાહેર રજા જાહેર કરાઇ હતી. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પ્રશાસને નિર્ણય લીધો હતો.
2/6

નવસારીમાં ભેસદ ખાડા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ભેસદ ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા હતા. નદીના પાણી ઘૂસતા ભેસદ ખાડા વિસ્તાર પ્રભાવિત થયો હતો.
3/6

નવસારીના માછીવાડમાં નદીના પાણી ઘૂસ્યા હતા. નદીના પાણી ઘૂસતા માછીવાડમાં જળકર્ફ્યૂની સ્થિતિ જોવા મળી હતી. માછીવાડના રસ્તા અને ઘરમાં નદીના પાણી ઘૂસ્યા હતા.
4/6

ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ઉપરવાસમાં વરસાદથી પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો હતો.પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી હતી. નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
5/6

રિંગરોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. શાંતાદેવી રોડ સહિતના વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. નદીના પાણીથી શહેરમાં અનેક માર્ગો બંધ થયા હતા. પૂર્વ-પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા.
6/6

હાલમાં નદીનું જળસ્તર ઘટતા પ્રશાસને રાહતનો દમ લીધો હતો. નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2.83 ઈંચ, જલાલપોર તાલુકામાં 1.83 ઈંચ, ગણદેવી તાલુકામાં 2.54 ઈંચ, ચીખલી તાલુકામાં 2.66 ઈંચ, ખેરગામ તાલુકામાં 1.83 ઈંચ, વાંસદા તાલુકામાં 3.75 ઈંચ વરસાદ વરસ્યો હતો.
Published at : 07 Jul 2025 09:11 AM (IST)
આગળ જુઓ





















