શોધખોળ કરો
વરસાદની આગાહીઃ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Rain Forecast: હવામાન વિભાગે આજે બપોરે જાહેર કરેલી આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.
1/5

વિશેષ કરીને, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
2/5

રાજ્યના અન્ય ભાગોમાં, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 29 Aug 2024 04:55 PM (IST)
આગળ જુઓ





















