શોધખોળ કરો
Gujarat Rains: રાજ્યમાં આજે ક્યાં ક્યાં છે વરસાદ, અહીં મેઘાથી બચવા લોકોએ બસ સ્ટેન્ડમાં મૂકી દોટ
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઓચિંતો વરસાદ શરૂ થતા અંબિકા ધામ ખેડબ્રહ્મા ખાતે દર્શનાર્થે આવેલ લોકો બસ સ્ટેન્ડ તરફ દોડ્યા
1/8

સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓચિંતો વરસાદ શરૂ થતા અંબિકા ધામ ખેડબ્રહ્મા ખાતે દર્શનાર્થે આવેલ લોકો બસ સ્ટેન્ડ તરફ દોડ્યા હતા.
2/8

વાદળ છાયા વાતાવરણ વચ્ચે ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ છે. વરસાદ વરસતા ગરમીમાં આંશિક રાહત મળી છે.
3/8

અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામબાદ ફરી વરસાદ શરૂ થયો છે. મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે.
4/8

મહેસાણામાં ભારે ઉકળાટ બાદ ખેરાલુમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
5/8

દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6/8

બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી કરાઈ છે.
7/8

અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે.
8/8

આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વરસાદનું જોર વધશે સાથે ભારે પવનો ફુંકાવાનું પણ અનુમાન છે.
Published at : 10 Sep 2022 03:14 PM (IST)
આગળ જુઓ
Advertisement