ગુજરાતમાં ત્રણ દિવસ પછી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, 25 થી 26 વરસાદનું જોરનું વધશે.
2/6
25-26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારી, દાદાર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/6
તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વ્યારાના પાનવાડી, કપુરા ,પનીયારી સહિતના ગામો તેમજ વ્યારા શહેરમાં વરસાદ છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
4/6
સુરતના ઉમરપાડા તાલુકામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે. મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સુરત ગ્રામ્યનો માત્ર એક જ તાલુકો વરસાદમાં બાકી હતો.
5/6
હવામાન વિભાગ ની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લામાં વઘઈ , આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે.