શોધખોળ કરો
Gujarat Rain: જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ તૂટી પડશે; ઓરેન્જ એલર્ટ સાથે હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain Forecast: રાજસ્થાન પર સક્રિય થયેલું લો પ્રેશર સિસ્ટમ રાજ્યમાં જોરદાર વરસાદ લાવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન.
Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યના 4 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે, જ્યાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
1/5

Gujarat Weather Alert: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય થયેલું ડિપ્રેશન હવે પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશર માં પરિવર્તિત થયું છે.
2/5

આ ઉપરાંત, મોનસૂન ટ્રફ પાકિસ્તાન, રાજસ્થાન અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પસાર થઈને બંગાળ સુધી વિસ્તરેલો છે, જે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જવામાં મદદ કરશે.
Published at : 20 Jul 2025 03:37 PM (IST)
આગળ જુઓ




















