શોધખોળ કરો
ગુજરાતમાં કાલે મેઘરાજાની તોફાની બેટિંગ: 11 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અન્ય 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સક્રિયતા અંગે નવીનતમ અપડેટ; અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની શક્યતા; ખેડૂતો અને સ્થાનિકોને સાવચેત રહેવા સૂચના.
ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે ત્યારે હવામાન વિભાગે જૂન 23, 2025 (રવિવાર) માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
1/5

આ આગાહી મુજબ, કુલ 11 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે અને યલો એલર્ટ જારી કરાયું છે.
2/5

આવતીકાલે અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) વાળા જિલ્લાઓ: હવામાન વિભાગના મતે, જૂન 23 ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં જળબંબાકાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
Published at : 22 Jun 2025 05:07 PM (IST)
આગળ જુઓ





















