શોધખોળ કરો
Rain Maps: આજે ઉત્તર ગુજરાતમાં આગાહી, આગામી 8 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં થશે મેઘતાંડવ, જુઓ વરસાદી મેપ તસવીરો
આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Rain Forecast: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાના અનુમાનો સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓના મતે આગામી દિવસોમાં મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે.
2/6

આજે 5 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકશે, જેમાં સૌથી વધુ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે.
Published at : 05 Sep 2024 03:59 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ





















