શોધખોળ કરો
Banaskantha Rain:ભારે વરસાદથી સુઈગામ જળબંબાકાર, થરાદની સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ વરસાદ વરસ્યો હતો
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું.
1/9

બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાયા હતા. ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.
2/9

સરપંચ રામસિંહ રાજપૂતે કહ્યું હતું કે 2015 કરતા પણ ભયંકર સ્થિતિ છે. આજે વધુ 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો છેઃ. ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયા છે. સુઈગામના 25થી 30 ગામોની સ્થિતિ વધારે ખરાબ છે. ગામમાંથી બહાર નીકળાય તેવી સ્થિતિ નથી. ભાભરથી વાવ જવાનો રોડ બંધ છે.
Published at : 08 Sep 2025 11:02 AM (IST)
આગળ જુઓ





















