શોધખોળ કરો
Maharashtra Politics: ઉદ્વવ ઠાકરે, એકનાથ શિન્દે, શરદ પવાર, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસમાંથી કોણ છે વધુ પૈસાદાર ?
ખાસ વાત છે કે, અજિત પવારની બળવાખોરી બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે અજિત પવારની સંપત્તિ કાકા શરદ પવાર કરતા બમણી છે.

ફાઇલ તસવીર
1/6

Maharashtra Politics: છેલ્લા કેટલાય દિવસોથી મહારાષ્ટ્રની રાજનીતિ અલગ જ રીતે વળાંક લઇ રહી છે. રાજ્યમાં તમામ મોટા પક્ષો એકસાથે આવી ગયા છે, વિપક્ષ બચ્યુ નથી. ખાસ વાત છે કે, અજિત પવારની બળવાખોરી બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે અજિત પવારની સંપત્તિ કાકા શરદ પવાર કરતા બમણી છે. જુઓ અહીં....
2/6

મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પરના એફિડેવિટ મુજબ સીએમ એકનાથ શિન્દે પાસે 11 કરોડ 56 લાખ 12 હજાર રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.
3/6

એફિડેવિટ અનુસાર શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ 143.26 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આમાં જંગમ અને સ્થાવર બંને મિલકતનો સમાવેશ થાય છે.
4/6

બીજીબાજુ મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ પાસે 3.78 કરોડ રૂપિયાની સંપત્તિ છે, ફડણવીસની પત્ની અમૃતા મુંબઈ એક્સિસ બેન્કની વાઇસ પ્રેસિડેન્ટ છે.
5/6

એફિડેવિટ અનુસાર, NCP ચીફ શરદ પવારની કુલ સંપત્તિ માત્ર 32.73 કરોડ રૂપિયા છે.
6/6

પાંચમીવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન બનેલા અજિત પવાર પાસે કુલ જંગમ અને સ્થાવર સંપત્તિ 75.48 કરોડ રૂપિયા છે.
Published at : 09 Jul 2023 03:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
શિક્ષણ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
