શોધખોળ કરો
બજેટ 2020ને લઇને શું માની રહ્યા છે ઉદ્યોગપતિઓ? જાણો વિગતે
1/4

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે 2.5 લાખ સુધીની આવક કરમુક્ત કરી હતી અને સાથે 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે તેવી જાહેરાત કરી હતી. અહી બજેટને લઇને ઉદ્યોગપતિઓ શું માની રહ્યા છે તેની જાણકારી આપવામાં આવી છે.
2/4

બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે જણાવ્યું હતું કે, બજાર માટે બજેટ સારું છે કે ખરાબ એના કરતાં હું એમ કહીશ કે માર્કેટની અપેક્ષાઓ એટલી બધી હતી કે બજેટ બાદ તેમના માટે નિરાશ થવું સહજ હતું. મેં બજેટ અગાઉ મારા ગ્રાહકોને સ્પષ્ટપણે આમ જણાવ્યું હતું. બજેટમાં કેટલાક સારા સુધારાઓમાં ઈન્શ્યોરન્સ પ્રોટેક્શન, ડિજીટલ પેનિટ્રેશન અફોર્ડેબલ હાઉસિંગ અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મધ્યમવર્ગને વ્યક્તિગત આવકવેરામાં એક નવો વિકલ્પ પોઝીટીવ બાબત છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ(ડીડીટી) હવેથી ડિવિડન્ડ મેળવનારે ચૂકવવાનો રહેશે. જે રોકાણકારો પર કર ભારણ વધારશે. જોકે સોવરિન વેલ્થ ફંડ્સને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ પર ૧૦૦ ટકા ટેક્સ રાહત, કો-ઓપ. સોસાયટીઝ પર ટેક્સ ઘટાડીને ૨૨ ટકા કરવા જેવા પગલાઓ સૂચવે છે કે સરકાર રોજગારી સર્જન પર ફોકસ કરી રહી છે. સમગ્રતયા જોઈએ તો બજેટ કોઈ ઈનોવેટિવ જોગવાઈ નથી ધરાવતું પરંતુ તેમાં કોઈ મોટી નેગેટિવ બાબત પણ નથી. હું ૧૦માંથી ૬ પોઈન્ટ આપીશ.
Published at :
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















