શોધખોળ કરો
ભારે વરસાદના કારણે બોટાદમાં ખેતરમાં ફસાયા 18 લોકો, NDRFની ટીમે બચાવ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો.
બોટાદમાં ખેતરમાં ફસાયેલા 18 ખેત મજૂરોને બચાવાયા હતા
1/5

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગઇકાલે આભ ફાટ્યું હતું. બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વરસેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદમાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે.
2/5

બોટાદમાં ખેતરમાં ફસાયેલા 18 ખેત મજૂરોને બચાવાયા હતા. ગઢડાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરો ફસાયા હતા. NDRFની ટીમે 18 લોકોને બચાવ્યા હતા. સુરેંદ્રનગરના વઢવાણમાં 46 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું.
Published at : 18 Jun 2025 12:26 PM (IST)
આગળ જુઓ





















