શોધખોળ કરો
Gujarat Rain: દક્ષિણમાં આજે પણ વરસાદી માહોલ, સાગબારામાં સૌથી વધુ 6 ઈંચ, અમદાવાદમાં હજુ નથી ઓસર્યા પાણી, તસવીરો
શાળાના વર્ગખંડમાં પાણી ભરતા બાળકોને રજા આપવામાં આવી હતી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે
(તસવીર- એબીપી લાઇવ)
1/12

Gujarat Rain Updates: બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે. ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/12

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં 2થી 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તે સિવાય નર્મદાના સાગબારામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
3/12

અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા એક શૈક્ષણિક સંકુલમાં પાણી ભરાયા હતા. એક શૈક્ષણિક સંકુલમાં 3 શાળાઓમાં 900 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વરસાદના 12 કલાક બાદ પણ શાળાના વર્ગખંડમાં પાણી ભરાયેલા છે. શાળાના વર્ગખંડમાં પાણી ભરતા બાળકોને રજા આપવામાં આવી હતી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.
4/12

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે અમદાવાદના કઠવાડામાં સ્થિતિ વિકટ બની છે. AMCના પાપે મધુમાલતી આવાસમાં રહેતા લોકોની હાલત કફોડી બની છે. કાલે ખાબકેલા વરસાદથી મધુ માલતી આવાસોમાં પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લીધા બાદ પણ મધુ માલતી આવાસ પાણીમાં ગરકાવ થયું છે. થોડા દિવસ પહેલા મધુ માલતી આવાસમાં એકનો જીવ ગયો હતો.
5/12

નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલી અને ખેરગામમાં 2 કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વાંસદા અને ગણદેવીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. મંકોડિયા, જુનાથાણા, પેશન્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
6/12

નવસારીના ચીખલીના આમધરા ગામમાં સ્કૂલમાં પાણી ભરાયા હતા. શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ પહેલા પાણી ભરાતા સમસ્યા વધી હતી.
7/12

બારડોલી અને ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કીમ ગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. અમૃતનગર, વૈભવ લક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 8માં બારડોલીમાં સૌથી વધુ 3.27 ઈંચ વરસાદ, સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ, સુરતના કામરેજમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો હતો.
8/12

સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારના રસ્તાઓ પર ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે. તો અનેક સોસાયટીઓમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખાડીપુરથી અસરગ્રસ્તોની મદદે પ્રશાસન આવ્યું છે. અસરગ્રસ્ત લોકો સુધી પીવાનું પાણી, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપરાંત અન્ય સેવા પહોંચાડવાની સૂચના અપાઈ છે.
9/12

અમદાવાદ શહેરમાં ગઇકાલે સાંજે બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
10/12

નરોડા, મેમકો, કોતરપુર સૈજપુર, એરપોર્ટ રોડ , સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડીયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વસ્ત્રાલના અબજીબાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
11/12

તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. છેલ્લા 2 કલાકમાં ડોલવણમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.વાલોડમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ રહી છે.
12/12

સુરતના બારડોલીમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બારડોલીના જે.પી.નગરમાં વરસાદી પાણી ભરાયા હતા. બારડોલીના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા.
Published at : 26 Jun 2025 12:01 PM (IST)
આગળ જુઓ
Advertisement





















