બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે કહ્યું હતું કે, "2021નું વર્ષ કોમોડિટી માટે પોઝિટિવ રહેશે. રસીકરણ શરૂ થાય ત્યાર પછી આર્થિક રિકવરી સુધરશે અને ઝડપી વૃદ્ધિને ઉત્તેજન આપતી માંગ જોવા મળશે. તેનાથી બેઝ મેટલ પર હકારાત્મક અસર પડશે. ભૂરાજકીય જોખમો અને તરલતાની ટોચમર્યાદા વચ્ચે સોના અને ચાંદીમાં પણ સુધારો જળવાઈ રહેવાની શક્યતા છે. વૈકલ્પિક ઉર્જાના સ્રોતના ઝડપી વિકાસના કારણે ક્રૂડ ઓઈલ પર દબાણ રહેશે અને તે 26થી 62 ડોલરની રેન્જમાં રહેવાની શક્યતા છે.
2/5
સીટાના ફાઉન્ડર સીઇઓ કિરણ સુતરીયાએ કહ્યું હતું કે કોવિડ પછી ભારત સમગ્ર વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ માટે નવા કેન્દ્ર તરીકે ઉભરી આવવાનું છે જેનાથી ભારતની ટેકનોલોજિકલ કંપનીઓને ઓટોમેશન અને બીજી ટેક્નોલોજી માટે દરવાજા ખોલવામાં મદદ મળશે. હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર બિઝનેસ પ્રોસેસમાં ઓટોમેશનની જરૂર છે એવું નથી, પરંતુ ક્લાઉડના ટ્રેન્ડને પણ ઉત્તેજન આપે છે. તેથી ક્લાઉડ આધારિત સર્વિસ ડિલિવરી, બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ પર ફોકસ ધરાવતી કંપનીઓ કરતા વધુ સારો દેખાવ કરશે."
3/5
શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ કહ્યું કે, રોગચાળાના કારણે શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે ટેક્નોલોજીને અપનાવવામાં આવી છે, પરંતુ 2021માં આપણે જોઇશું કે શિક્ષણ ક્ષેત્ર દ્વારા તેમાંથી શ્રેષ્ઠ ફેરફારોને કાયમી ધોરણે ટકાવી રાખવામાં આવશે. તેનાથી લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતી ભૌગોલિક સરહદોને પાર કરવામાં મદદ મળશે જેના કારણે વિદ્યાર્થીઓ અત્યાર સુધી શૈક્ષણિક જ્ઞાન મેળવી શકતા ન હતા.
4/5
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેશ પોમલએ કહ્યું કે "તાજેતરના મહિનાઓના આર્થિક ડેટાએ ભારતીય અર્થતંત્ર માટે નજીકના ગાળાના આઉટલૂકને તેજસ્વી દર્શાવ્યું છે અને ગ્રાહકો અને બિઝનેસના કોન્ફીડન્સને જગાવ્યો છે. સૌથી ખરાબ સમય વીતી ગયો હોય તેમ લાગે છે. જોકે કોવિડના કારણે આ રિકવરી નાજુક હોઈ શકે છે. ભારતીય અર્થતંત્રે જોરદાર રિબાઉન્ડ દર્શાવ્યું છે છતાં આરબીઆઇ સ્વીકારે છે કે ભારત ટેકનિકલ રીતે મંદીમાં પ્રવેશ્યું હોય તે શક્ય છે. નીચા વ્યાજદરની સ્થિતિ તથા દરેક ક્ષેત્રમાં ક્રેડિટ ઉપલબ્ધ થવાથી બેન્કો મજબુત બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓને રિફાઇનાન્સ અને વૃદ્ધિ કરવા માટે ફંડ આપી શકે છે. જોકે, મારા મત મુજબ ભારતીય બેન્કો માટે સૌથી મોટો પડકાર 2021માં એડવાન્સની રિકવરીનો હશે. હાલમાં બેન્કોમાં પૂરતા પ્રમાણમાં મૂડી ઉમેરવામાં આવે તે જરૂરી છે, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોમાં.
5/5
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ કહ્યુ હતું કે "કોર્પોરેટ નફા અને અર્થતંત્રના આઉટલૂક અંગે અમે મધ્યમ ગાળા માટે પોઝિટિવ વલણ ધરાવીએ છીએ. આપણે લોકડાઉન પછી રિકવરીના શરૂઆતના તબક્કામાં છીએ. અમને લાગે છે કે ઇક્વિટીનો દેખાવ બોન્ડ અને હાર્ડ એસેટ કરતા વધુ સારો હશે. આગળ જતા નિફ્ટી આગામી અર્ધ વર્ષ દરમિયાન 12500-14300 વચ્ચે ટ્રેડ થઈ શકે છે."