કોરોનાની મહામારીમાં આપણે છેલ્લા 2 વર્ષથી માસ્કને આપણી જિંદગીનો હિસ્સો બનાવી લીધો છે. જો કે કેટલાક લોકો માસ્કમાં અસહજ હોવાની ફરિયાદ કરેછે. તો શું ખરેખર માસ્કથી ઓક્સિજન લેવલ ડાઉન થાય છે. કેવા પ્રકારનુ માસ્ક પહેરવું જોઇએ. આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને શું સલાહ આપી છે. જાણીએ
2/4
ઓક્સિનજ લેવલ પર માસ્કની અસરની ચિંતા કરતા WHOએ જણાવ્યું છે કે, લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ ઓક્સિજન લેવલની કમીનું કારણ નથી. કોલંબિયાના ડોક્ટર મેહમેટ આ મામલે પ્રયોગ કર્યાં અને ત્યાર બાદ નિષ્કર્ષ રજૂ કરતા જણાવ્યું કે, N-95 માસ્ક કે સર્જિકલ માસ્કના સતત ઉપયોગથી ઓક્સિજન લેવલ પરખાસ કોઇ અસર થતી નથી.
3/4
મૈ્ક્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર મનોજ કુમારે જણાવ્યું કે., KN-95 અને N-95 માસ્ક ઓક્સિજન લેવલને પ્રભાવિત કરે છે અને 6 કલાકથી વધુ સમય માસ્ક ન પહેરવું જોઇએ. તેમણે જણાવ્યું કે આ બંને પ્રકારના માસ્કથી ઓક્સિજન ઘનત્વ ઓછું થાય છે.
4/4
જો KN-95 અને N-95 માસ્ક પહેરવામાં અસુવિધા મહેસૂસ થતી હોય તો થ્રી લેયર માસ્ક વધુ કમ્પફર્ટ રહે છે. તેમાં કાર્બના ડોયકસાઇડમાં રૂકાવટ નથી આવતી. તબીબએ પાંચ વર્ષથી મોટી ઉંમરના લોકોને થ્રી લેયર માસ્ક અને પાંચ વર્ષથી નાના બાળકોને સાદા કોટન માસ્ક પહેરવાની સલાહ આપી છે.