શોધખોળ કરો
14 વર્ષ પહેલાં ભાગી ગયેલો છોકરો બની ગયો ધનિક બિઝનેસમેન, કઈ રીતે પરિવારને શોધીને લક્ઝરીયસ કારમાં કરી એન્ટ્રી?
Rinku_05
1/8

નવી દિલ્હીઃ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. સપ્તાહ બાદ દેશભરમાં હોળીના તહેવારને ધામધૂમથી મનાવવામાં આવશે. હોળીનો તહેવાર અનેક પરિવારો માટે ખુશીઓ લઇને આવે છે, ત્યારે હરદોઇના સાંડી વિકાસ ખંડના ફિરોઝપુર ગામના એક પરિવાર માટે આ તહેવાર ખુશીઓ કરતાં પણ અતિ આનંદનો બની ગયો છે, કેમકે તેમને દીકરો 14 વર્ષ બાદ ઘરે આવ્યો છે. ખરેખરમાં પરિવારનો દીકરો 14 વર્ષ અગાઉ ભાગી ગયો હતો અને હવે તે ફરીથી ઘરે આવ્યો છે.
2/8

ફિલ્મી પટકથા જેવી કહાની હકીકતમાં બની છે. હરદોઇનો રહેવાસી રિન્કુ 12 વર્ષની ઉંમરે ભણવાના ડરથી ઘર છોડીને ભાગી ગયો હતો. તેની શોધખોળ તેના માતાપિતાએ ખુબ કરી પરંતુ ક્યાંયથી તે પાછો મળ્યો નહીં. છેવટે માતાપિતા એક ખરાબ સપનુ સમજીને તેને ભુલી ગયા. પરંતુ હવે ઉપરવાળાએ કંઇક અલગ જ કહાની ઘડી કાઢી છે. રિન્કુ 14 વર્ષ બાદ પોતાના ઘરે માતાપિતા અને પરિવારને મળવા પહોંચ્યો છે. પરંતુ ખાસ વાત છે કે રિન્કુ એક ધનિક બિઝનેસમેન બની ગયો છે. રિન્કુ હવે કેટલીય ગાડીઓનો માલિક બનીને આવ્યો છે. રિન્કુ પરિવારને મળવા લક્ઝૂરિયસ કાર લઇને આવ્યો હતો.
Published at : 23 Mar 2021 11:22 AM (IST)
આગળ જુઓ



















