ઉત્તરાખંડ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતા ઠંડીમાં વધારો થયો હતો. ઉત્તરાખંડમાં સતત ત્રણ દિવસથી બરફવર્ષાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.
2/5
હવામાન વિભાગે પાંચ ડિસેમ્બરથી એકવાર ફરી બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે, આગામી બે દિવસો સુધી હવામાન ખરાબ રહેશે અને એકવાર ફરી લોકોને બરફવર્ષા સહન કરવી પડશે.
3/5
જમ્મુ કાશ્મીરમાં આગામી બે દિવસો સુધી હળવાથી ભારે બરફવર્ષા થવાની સંભાવના છે. ઘાટીમાં મોટાભાગના સ્થળો પર ન્યૂનતમ તાપમાનમાં વધારો જોવા મળશે.
4/5
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે ભારે બરફવર્ષા થવાની આશા છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ બરફવર્ષા થઇ શકે છે જ્યારે ઉંચાઇવાળા વિસ્તારોમાં મધ્યમથી (છથી સાત ઇંચ) બરફવર્ષા થવાનો અંદાજ છે.
5/5
ઉત્તરાખંડ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ના કારણે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે