શોધખોળ કરો
ઇમ્યુનિટી વધારતા ઉકાળાની સાઇડ ઇફેક્ટ પણ છે, થઇ શકે છે આ પ્રકારનું નુકસાન

ઉકાળાનું નુકસાન
1/6

હાલ કોરોનાના સમયમાં સંક્રમણથી બચવા માટે ઉકાળા પીવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેનું સપ્રમાણ સેવન જ યોગ્ય છે. નિયમિત વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/6

ઇમ્યુનિટી વધારવા માટે અને સંક્રમણથી દૂર રાખવા માટે તેમજ સંક્રમણમાં રિકવરી માટે પણ ઉકાળાનો ઉપયોગ કારગર છે પરંતુ તેનો વધુ ઉપયોગ અનેક સમસ્યાને નોતરે છે.
3/6

ઉકાળો શરીરની તાસીર, મૌસમ વગેરે અનુસાર જ પીવો જોઇએ. જો આપ નિયમિત વધુ પ્રમાણમાં તેનું સેવન કરતા હો તો સાવધાન તેનાથી એસેડિટી, ગેસ જેવી સમસ્યા થઇ શકે છે.
4/6

આયુર્વૈદિક ઉકાળામાં ગરમ વસ્તુનો ઉપયોગ થતો હોવાથી તે શરીરને ગરમ પડે છે અને તેના કારણે નાકમાંથી બ્લિડિંગ થવા જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
5/6

ઉકાળોનું સમપ્રમાણ સેવન સંક્રમણના સમયમાં યોગ્ય છે પરંતુ કેટલી વખત ઉકાળાના કારણે મોમાં છાલા પણ પડી જાય છે. ઉપરાત પેશાબમાં બળતરા જેવી ફરિયાદ પણ જોવા મળે છે.
6/6

જો આપની તાસીર કફની હોય તો આપ નિયમિત ઉકાળો પી શકો છો. તેનાથી ફાયદો થાય છે. પરંતુ વાત અને પિતની તાસીર ધરાવતા લોકો માટે નિયમિત તેનું સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે.
Published at : 23 Apr 2021 03:41 PM (IST)
આગળ જુઓ
Advertisement