શોધખોળ કરો
Jharkhand Train Accident: મુંબઇ હાવડા એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતર્યા, બેનાં મોત, હેલ્પલાઇન નંબર જાહેર
Jharkhand Train Accident: હાવડાથી મુંબઈ જતી 12810 મુંબઈ મેલ ઝારખંડના ચક્રધરપુર ડિવિઝનમાં અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.

ફોટોઃ abp Live
1/9

Jharkhand Train Accident: હાવડાથી મુંબઈ જતી 12810 મુંબઈ મેલ ઝારખંડના ચક્રધરપુર ડિવિઝનમાં અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.
2/9

ઝારખંડમાં મંગળવારે સવારે (30 જુલાઈ) એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. ટાટાનગર નજીક પોટોબેડાના સરાયખેલા ખાતે ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન હાવડાથી મુંબઈ જઈ રહી હતી.
3/9

આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. રેલવેએ માહિતી આપી કે ઘાયલોની નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર ચાલી રહી છે.
4/9

હાવડા-સીએસએમટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 12810 મંગળવારે સવારે લગભગ 3:45 વાગ્યે ચક્રધરપુર ડિવિઝનના રાજખરસવાં-બડાબામ્બો સ્ટેશન વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી.
5/9

આ ઘટનાની માહિતી મળતા જ સ્ટાફ અને એડીઆરએમ સીકેપી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
6/9

હાવડા-CSMT એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગયેલા અકસ્માત બાદ રેલ્વેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આમાં ટાટાનગર 06572290324, ચક્રધરપુર 06587 238072, રાઉરકેલા 06612500244,06612500244, હાવડા 9433357920, 03326382217, રાંચી 0651-27-87115, HWH હેલ્પ ડેસ્ક 033-26382217,9433357920 છે.
7/9

આ ઘટનાને કારણે દક્ષિણ પૂર્વ રેલવેના ટાટાનગર-ચક્રધરપુર સેક્શન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. આ દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવી રહી છે. રેલવે અધિકારીઓ ટ્રેકનું સમારકામ કરવા અને ટ્રેનની કામગીરી ફરીથી શરૂ કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે.
8/9

આ અકસ્માત બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને અધિકારીઓને તાત્કાલિક ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વળતરની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે "વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે, જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમની જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
9/9

પીએમ મોદીએ વળતરની પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, "વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને વળતર તરીકે 50,000 રૂપિયા મળશે."
Published at : 30 Jul 2024 12:12 PM (IST)
Tags :
Jharkhand Hindi News Train Accident Live News Passenger Train Jharkhand News Jharkhand Train Accident Train Derail INDIAN RAILWAYS Train Derailment Howrah-CSMT Train Accident Train Derails In Chakradharpur Howrah CSMT Express Derails Train Accident Live Howrah-CSMT Express Railway Safety Coach Derailment Train Crash Injury Report Railway Mishap Jharkhand Train Accident Investigationવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગાંધીનગર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
