વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર, બેંગ્લોરના આનંદ મલ્લિગાવાડ દેશમાં વધતી જતી પાણીની કટોકટી અને તળાવોની દુર્દશાથી એટલા પરેશાન હતા કે તેમણે તળાવોને પુનર્જીવિત કરવા તેમની નોકરી છોડી દીધી હતી.
2/5
તેઓ બેંગલુરુમાં લગભગ 130 તળાવ સમુદાયોને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડે છે. કર્ણાટક સરકારે તેમને જલામૃત નામના સમુદાયની ટેકનિકલ સમિતિમાં સામેલ કર્યા છે. આનંદ અનુસાર, તેઓ 2025 સુધીમાં 45 તળાવોને પુનઃજીવિત કરવાનું લક્ષ્ય રાખે છે.
3/5
ઝડપી શહેરીકરણને કારણે, બેંગલુરુએ આમાંથી મોટાભાગના જળાશયોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ગુમાવ્યા. મેં 12 તળાવોને પુનઃજીવિત કર્યા છે અને અન્ય બે પર કામ ચાલુ છે તેમ તેણે જણાવ્યું હતું.
4/5
આનંદના કહેવા મુજબ, તળાવોને સારી રીતે સમજી શકાય તે માટે એક વર્ષ સુધી મેં બેંગલુરુમાં 180 તળાવોની મુલાકાત લીધી. મેં એવી રીતે કામ કર્યું કે જે ઓછો સમય લે, ઓછો ખર્ચાળ અને ટકાઉ હતો. હું ઈચ્છું છું કે અન્ય લોકો મારું મોડેલ અપનાવે અને તેમની આસપાસના તળાવોને પુનર્જીવિત કરવામાં મદદ કરે.