નેહા શાહ ચોથી કરોડપતિ મહિલા નેહા શાહ ડોક્ટર છે, જે મુંબઇના ઘાટકોપરમાં તેમના પિતાના ક્લિનિકમાં સેવા આપે છે અને મહામારીના સમયમાં ખડેપગે દર્દીની સેવા કરે છે.લોકડડાઉન દરમિયાન તેમણે હજારો દર્દીને નવું જીવન આપ્યું. કરોડ જિત્યા બાદ તેમણે જીતનું શ્રેય દર્દીની દુવાને આપતાં કહ્યું હતું કે, દર્દીની દુવાથી મળી સફળતા.
2/4
25 નવેમ્બર હોટસીટ પર આવનાર ત્રીજી કરોડપતિ વિજેતા મહિલા અનુપાદાસ હતી. છત્તીસગઢની અનુપાદાસ સરકારી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવે છે. વીસ વર્ષના પ્રતિક્ષા અને પ્રયત્ન બાદ આખરે તે હોટ સીટ પર પહોંચી અને તેમણે દરેક મુશ્કેલ સવાલના જવાબ આપીને બિગ બીને દંગ કરી દીધા હતા. બિગ બીએ તેમની બૃદ્ધિ પ્રતિભાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, “આ ગેઇમ કોઇ સામાન્ય નથી. બહુ સ્પેશ્યિલ છે. જ્યાં તમારા જ્ઞાનની ખરી કસોટી થાય છે”.
3/4
મોહિતા શર્મા સેકન્ડ કરોડપતિ મોહિતા શર્મા આઇપીએસ અધિકારી છે. જે હિમાચલ પ્રદેશ કાંગરામાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ જમ્મુ કાશ્મીરમાં કેડર આસિસ્ટન્ટ સુપરિડેન્ટન્ટ ઓફ પોલીસ (ASP) તરીકે ફરજ બજાવે છે. મોહિતાએ હોટ સીટ પર પહોંચ્યા બાદ એવી શાનદાર રીતે ગેઇમ રમી કે ખુદ અમિતાભ બચ્ચન પણ તેમના નોલેજથી પ્રભાવિત થઇ ગયા હતા અને તે સિઝન-12ની બીજી કરોડપતિ વિજેતા બની.
4/4
કેબીસીએ એ દરેક લોકો માટે સપનાને પરિપૂર્ણ કરવાનું પ્લેટફોર્મ બની ગયું છે. જે તેમના જ્ઞાનથી અને બુદ્ધિ પ્રતિભાથી કંઇ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. કેબીસી-12 મહિલાઓ માટે લકી સાબિત થયું છે તેવું કહેવા કરતાં તે માનવું વઘારે સ્વીકાર્ય છે. મહિલાઓ આ પ્લેટફોર્મ માટે કેટલી સક્ષમ છે. કેબીસી-12 સિઝનમાં 4 કરોડપતિ બનેલી મહિલાએ આ વિધાનને ચરિતાર્થ કરી દીધું છે. તો ચાલો જાણીએ કોણ છે આ ચાર પ્રતિભાશાળી મહિલા... નાઝિયા નસીમ ફર્સ્ટ કરોડપતિ કેબીસી-12માં કરોડ જીતનાર પ્રથમ મહિલા દિલ્લીની નાઝિયા નસીમ છે. જે રોયલ ઇન્ફિલ્ડમાં કોમ્યુનિકેશન મેનેજર છે. જેમણે કેબીસીમાં તેમની આગવી પ્રતિભા, કૃશાગ્રતા અને જ્ઞાનથી સફળતાપૂર્વક 1 કરોડ જિત્યા.