શોધખોળ કરો
Maruti Celerio Launch: મારૂતિ લોન્ચ કરશે Celerioનું નવું મોડલ, નવા પ્લેટફોર્મ અને આકર્ષક ઇન્ટીરિયર સહિત આ નવા ફિચર્સની મળશે સુવિધા
1
1/6

મારૂતિ સુઝીકીની હેચબેક Celerioનું નવું મોડલ ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમનું એન્જિન ખૂબ જ દમદાર હશે, આ સાથે તેના ઇન્ટીરિયર પણ ખૂબજ આકર્ષણ હશે, જુઓ તસવીર
2/6

મારૂતિ સુઝીકીની હેચબેક Celerioનું નવું મોડલ એપ્રિલથી મે મહિનાની વચ્ચે લોન્ચ થશે. આ મોડલમાં 2 એન્જિનનું ઓપ્શન્સ મળશે. જેમાં પહેલા 1.0 લિટર,3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે. જે 68bhpનો પાવર જનરેટ કરે છે. બીજું એન્જિન 1.2 લિટર, 4- સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે.. જે 83 bhp જનરેટ કરશે.નવી સેલેરિયો 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોકસની સાથે આવશે. જેમાં એએમટી ગિયરબોક્સનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
3/6

મારૂતિની સેલેરિયોમાં નવું હાર્ટક્ટ પ્લેટફોર્મ હશે.આ પ્લેટફોર્મનો બીજી કારમાં પણ ઉપયોગ થયો છે. નવી સેલેરિયોમાં YNC કોડનેમ આપવામાં આવ્યું છે.
4/6

સેલેરિયોના ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમાં 7.0 ઇંચનો સ્માર્ટ પ્લે સ્ટૂડિયો ઇન્ફોટેમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. જે એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો બંનેને સપોર્ટ કરશે. આ સાથે કારના ડેશબોર્ડ, સ્ટીયરિંગ વ્હીલ અને સેન્ટર કંસોલને પણ અપડેટ કરવામાં આવ્યું છે.
5/6

સેલેરિયોમાં ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, સ્ટીયરિંગ માઉન્ટેડ જેવા આકર્ષક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ સાથે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ પ્રોટેકશન અને સીટબેલ્ટ રિમાઇન્ડર સ્ટાન્ડર્ડ પણ આપવામાં આવ્યા છે. સિલરિયોમાં રિયર પાર્કિંગ સેન્સર અને રિવર્સ કેમેરા જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.
6/6

સેલેરિયોની કિમંતની વાત કરીએ તો .441 લાખ રૂપિયાથી માંડીને 5.68 લાખ રૂપિયા હશે. જો કે નવા ફીચર્સ અને એન્જિનના કારણે તેના ભાવમાં વધારો થઇ શકે છે.
Published at : 16 Mar 2021 04:39 PM (IST)
આગળ જુઓ





















