શોધખોળ કરો
Most Expensive city of India: ભારતમાં આ શહેરો છે સૌથી વધુ મોંઘા, રહે છે અમીરો........
અમે અહીં તમને એવા ટૉપ શહેરો વિશા વાત કરી રહ્યાં છીએ, જે રહેવુ અમીરો માટે જ શક્ય છે, કેમ કે અહીં રહેવા માટે ખુબ પૈસા ખર્ચવા પડે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/7

Most Expensive city of India: દેશમાં કેટલાય એવા શહેરો છે જ્યાં રહેવુ સામાન્ય માણસ ક્યારેય વિચારી પણ શકતો નથી, કેમ કે આ શહેરો સૌથી મોંઘા છે, અમે અહીં તમને એવા ટૉપ શહેરો વિશા વાત કરી રહ્યાં છીએ, જે રહેવુ અમીરો માટે જ શક્ય છે, કેમ કે અહીં રહેવા માટે ખુબ પૈસા ખર્ચવા પડે છે. જાણો ભારતમાં કયા કયા છે આ શહેરો.....
2/7

કૉસ્ટ ઓફ લિવિંગ પર મર્સરના એક સર્વે 2023ના રિપોર્ટ અનુસાર ભારતના સૌથી મોંઘા શહેરોનું લિસ્ટ રિલીઝ કરવામાં આવ્યુ છે, આમાં પાંચ મહાદ્વીપોના 227 દેશોની યાદી સામેલ છે. આમાં ભારતના કેટલાય શહેરોનો પણ સામેલ છે.
3/7

આ સર્વે રિપોર્ટ અનુસાર, રહેવા માટે મુંબઈ ભારતનું સૌથી મોંઘું શહેર છે, સર્વે રિપોર્ટમાં આ શહેર 147માં ક્રમે છે. મતલબ કે અન્ય શહેરોની સરખામણીમાં તે 147મા નંબરે છે.
4/7

વળી, ભારતના સૌથી મોંઘા શહેરો નવી દિલ્હી (169) અને ચેન્નાઈ (184) રેન્ક પર છે. દેશનું ચોથું સૌથી મોંઘું શહેર બેંગલુરું (189 રેન્ક), પાંચમા નંબરે હૈદરાબાદ (202 રેન્ક), કોલકતા (211 રેન્ક) અને પૂણે (213 રેન્ક) છે.
5/7

આ સર્વે રિપોર્ટમાં 200 વસ્તુઓની સરખામણી કરવામાં આવી છે, જેમાં રહેઠાણ, ખોરાક, પરિવહન, કપડાં, ઉપયોગિતાઓ, ઘરગથ્થુ સામાન અને મનોરંજનનો સમાવેશ થાય છે.
6/7

ઉલ્લેખનીય છે કે, તાજેતરના ભૂતકાળમાં બેંગલુરું, નવી દિલ્હી, ચેન્નાઈ અને પૂણેમાં ઘરના ભાડાની કિંમતમાં 5 થી 7 ટકાનો વધારો થયો છે. બીજીબાજુ મુંબઈમાં 13 થી 15 ટકાનો વધારો થયો છે. આ સિવાય હૈદરાબાદ અને કોલકતામાં 2 થી 3 ટકાનો વધારો થયો છે.
7/7

એશિયાના ટોપ 35 સૌથી મોંઘા શહેરોની યાદીમાં મુંબઈ અને દિલ્હીનો સમાવેશ થાય છે. મુંબઈ 27માં ક્રમે પહોંચી ગયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં એક ઈંચ ઓછું છે.
Published at : 09 Jun 2023 03:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
