કોરોનાની મહામારી આવતા છેલ્લા એક વર્ષથી આપણે સૌ રોગપ્રતિકારક શક્તિ મુદ્દે સજાગ થઇ ગયા છે. આપણા રસોડામાં જ એવા અનેક ફૂડ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો જાણીએ ક્યાં ફૂડ વધારશે ઇમ્યુનિટી
2/7
લસણ લગભગ દરકે રસોડામાં મળે છે. લસણ કફનો નાશ કરે છે અને કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. કોરોના પણ એક કફજન્ય રોગ જ છે. જો નિયમિત લસણની 2 કાચી કળી ફોલીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે.
3/7
આદુ પણ એન્ટી વાયરલ છે. આદુ અનેક ગુણોથી સભર છે. ઇમ્યુનિટીને વધારવા માટે કાચા આદુને ડાયટમાં સામેલ કરો. જમ્યા પહેલા એક ટીસ્પૂન આદુ ચાવી જવાથી તે ભૂખ લગાડવાની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે.
4/7
હળદર એન્ટીવાયરલ છે. હળદર શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે. કફજન્ય રોગોમાં હળદર દવાનું કામ કરે છે આ સ્થિતિમાં ગરમ દૂધમાં હળદર નાખીને નિયમિત સવારે એક ગ્લાસ લેવાથી રોગપ્રતિકારશક્તિમાં વધારો થાય છે અને તે સંક્રમણથી દૂર રાખે છે.
5/7
સૂઠમાં મોજૂદ કર્ક્યુમિન અને કેપ્સાઇસીન રોગપ્રતિકારકશક્તિ વધારે છે. . એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલ્સને શરીરમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી. ફ્રી રેડિકલ એ રોગકારક તત્વો છે જે રોગ પેદા કરવાનું મુખ્ય કારણ છે. એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને રોગોથી રક્ષણ આપે છે. સૂઠવાળું દૂધ કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. તેને ગરમ દૂધ સાથે નિયમિત લઇ શકાય.
6/7
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીબુનો રસ નિચોવી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. તેમજ વજન ઉતારવામાં પણ આ પ્રયોગ ઉપકારક છે. સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે.
7/7
મરી એન્ટીબોયટીક છે. તે ઉધરસની સમસ્યામાં અસરકારક છે. શરદી, ઉધરસ ઉપરાંત અન્ય કફજન્ય બીમારીમાં મરી રામબાણ ઇલાજ છે. મરી ગળામાં હાનિકારક સુક્ષ્મસજીવોના પ્રસારતા અટકાવે છે.