શોધખોળ કરો
Weather: 0 થી માઈનસ 7 ડિગ્રી પહોંચ્યો પારો, જામી ગયું કાશ્મીર, જુઓ ધરતીના સ્વર્ગની તસવીરો
દેશભરના ઘણા રાજ્યોમાં શીત લહેર અટકવાના સંકેત દેખાઈ રહી નથી. દરમિયાન, કાશ્મીરમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ છે. કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે.

કાશ્મીરનું હવામાન
1/7

કાશ્મીરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે કાશ્મીરના મેદાની વિસ્તારોમાં લોકો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
2/7

બુધવારે (3 જાન્યુઆરી) કાશ્મીરમાં તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દરમિયાન ખીણમાં બર્ફીલા પવનો પણ ફૂંકાયા હતા.
3/7

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી કાશ્મીરના હવામાનમાં વધુ ફેરફાર નહીં થાય.
4/7

કાશ્મીરમાં 4 અને 5 જાન્યુઆરીએ મેદાની વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે, જ્યારે ઉચ્ચ વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે.
5/7

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મુખ્તાર અહેમદે જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરી સુધી કાશ્મીરમાં હિમવર્ષા થવાની ખૂબ જ ઓછી શક્યતા છે, જોકે ઠંડીનું મોજું યથાવત રહેશે.
6/7

image 6આ દિવસોમાં કાશ્મીર ચિલ્લાઇ-કલાનની પકડમાં છે. આ એવી સ્થિતિ છે જ્યારે 40 દિવસ સુધી તીવ્ર ઠંડી હોય છે.
7/7

ચિલ્લાઇ-કલાનને કારણે કાશ્મીરના દાલ સરોવરમાં બરફનું પડ દેખાય છે. જો શીત લહેર આમ જ ચાલુ રહેશે તો તળાવમાં બરફનો જાડો પડ જામી જશે.
Published at : 03 Jan 2024 05:31 PM (IST)
આગળ જુઓ
Advertisement