શોધખોળ કરો
PHOTOS: ઉત્તરાખંડમાં આભ ફાટ્યું! 34 સેકન્ડમાં આખું ગામ તબાહ, 4નાં મોત, 50 લાપતા, હોટલ-ઘર તણખલાંની જેમ તણાયાં
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટ 2025ના રોજ થયેલી વાદળ ફાટવાની ઘટનાને કારણે ધારલી ગામમાં મોટી તબાહી સર્જાઈ છે. આ ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે.
જોકે, ભારતીય સેના, પોલીસ અને SDRFની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને 15 થી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ દુર્ઘટનામાં ધારલી બજારનો મોટો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેમાં અનેક હોટલો અને દુકાનોનો સમાવેશ થાય છે.
1/7

ઉત્તરકાશીના ધારલી ગામ નજીક ખીરગંગા નદીના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે નદીમાં ભયંકર પૂર આવ્યું. આ પૂર એટલું પ્રચંડ હતું કે તેણે તેની સાથે મોટા પ્રમાણમાં કાટમાળ અને માટી ખેંચી લાવી, જેના કારણે ધારલી બજાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. સ્થાનિક લોકો અને બચાવ દળોના જણાવ્યા અનુસાર, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
2/7

જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) પ્રશાંત આર્યએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પૂરના પાણી ગામ તરફ ધસી આવતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓ જીવ બચાવવા માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતા.
Published at : 05 Aug 2025 05:11 PM (IST)
આગળ જુઓ




















