શોધખોળ કરો
Weather Update Today: દિલ્હીમાં વરસાદ બાદ વધશે હાડ થીજવતી ઠંડી, અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીનું એલર્ટ, વાંચો હવામાન અપડેટ
IMD Weather Update: હવામાન વિભાગનું કહેવું છે કે આજે એટલે કે 6 જાન્યુઆરીએ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિશય ઠંડી પડવાની શક્યતા છે.
ઠંડી સામે તાપણું કરી રક્ષણ મેળવતાં લોકો
1/5

તીવ્ર ઠંડીના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં લોકોના શ્વાસ રૂંધાયા છે. જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. દિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું આવવાની શક્યતા છે.
2/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે શનિવારે (6 જાન્યુઆરી) રાજધાની દિલ્હીમાં ઠંડા દિવસની સ્થિતિ રહેશે. એટલું જ નહીં, આગામી દિવસોમાં વરસાદ પડશે, ત્યારબાદ ઠંડીમાં વધુ વધારો થશે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેવાની શક્યતા છે.
Published at : 06 Jan 2024 07:34 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















