શોધખોળ કરો
Raksha Bandhan: મમતા બેનર્જીએ ઉદ્ધવ ઠાકરે અને અમિતાભ બચ્ચનને બાંધી રાખડી, જુઓ તસવીરો
Raksha Bandhan: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે અમિતાભ બચ્ચન અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને રાખડી બાંધી હતી.

ફોટોઃ ટ્વિટર
1/7

Raksha Bandhan: આખા દેશમાં બુધવારે (30 ઓગસ્ટ) દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે અમિતાભ બચ્ચન અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને રાખડી બાંધી હતી.
2/7

તૃણમૂલ કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (Twitter) પર તેની તસવીરો શેર કરી અને કહ્યું કે આજે અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન સાથે તેમના ઘરે મુલાકાત થઇ અને અમિતાભ બચ્ચનને રાખડી બાંધી હતી.
3/7

ટીએમસીના નેતાએ બચ્ચન પરિવારનો તેમનો અમૂલ્ય સમય આપવા બદલ આભાર માન્યો હતો અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.
4/7

મમતા બેનર્જી અને અમિતાભ બચ્ચન ઉપરાંત જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને બિગ બીની પ્રિય પૌત્રી આરાધ્યા બચ્ચન પણ તસવીરોમાં જોઈ શકાય છે.
5/7

આ સિવાય સીએમ મમતા ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચ્યા હતા અને તેઓને રાખડી બાંધી હતી. તસવીરોમાં ટીએમસી નેતા ઉદ્ધવ ઠાકરે રાખડી બાંધતા જોવા મળે છે.
6/7

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ઘરેથી નીકળ્યા બાદ બેનર્જી બાંદ્રામાં ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા.
7/7

તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમોએ કહ્યું હતું કે "સીનિયર બચ્ચનને મળ્યા બાદ મેં આજે સવારે મુંબઈમાં તેમને રાખડી બાંધી." તેમણે દેશભરના લોકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
Published at : 31 Aug 2023 08:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
