શોધખોળ કરો
રાજકોટમાં વરસાદે ધબધબાટી બોલાવીઃ રીબડાથી મવડી સુધી મેઘરાજા મહેરબાન, ગ્રામ્યમાં પાક નુકસાન, શહેરમાં શેરીઓમાં પાણી ભરાયા!
Rajkot Rain Alert: રાજકોટમાં અચાનક વાતાવરણ પલટાયું: ગ્રામ્યમાં પાક નુકસાનીનો ભય, શહેરમાં અડધા ઇંચ વરસાદથી પાણી ભરાયા.
Rajkot Rain: ગોંડલના રીબડા, વાડધરી સહિતના ગામડાઓમાં વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા; ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ; રાજકોટ શહેરના મવડી, ગંજીવાડા, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, બાળકોથી મોટા સૌ કોઈ વરસાદમાં ભીંજાયા
1/8

Rajkot weather today: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં ગુરુવારે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. સવારથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને રાજકોટ શહેરમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું.
2/8

આ અણધાર્યા વરસાદથી એક તરફ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરમાં કેટલાક લોકોએ વરસાદનો આનંદ પણ માણ્યો હતો.
3/8

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા, રીબ દાળિયા, વાડધરી, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. વાડધરી અને મેંગણી ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
4/8

આ કમોસમી વરસાદથી ઉનાળુ પાક લેવાઈ રહ્યા હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા છવાઈ છે, તેમને ઉભા પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે.
5/8

રાજકોટ શહેરમાં પણ ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. શહેરના મવડી અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત, ન્યુ સાગર સોસાયટી સહિતના વિસ્તારોમાં શેરીઓમાં પાણી ભરાયા હતા.
6/8

ગંજીવાડા, ભાવનગર રોડ, અને સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. શહેરમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનો અંદાજ છે.
7/8

અચાનક આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. શહેરમાં વરસાદ પડતાં જ નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ વરસાદમાં નાહવા માટે બહાર નીકળી પડ્યા હતા અને વરસાદનો આનંદ માણ્યો હતો.
8/8

જોકે, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે શહેરીજનો માટે તે ગરમીમાં રાહત અને ખુશી લઈને આવ્યો હતો.
Published at : 15 May 2025 07:20 PM (IST)
આગળ જુઓ





















