શોધખોળ કરો
ખેડૂત આંદોલનને પગલે વૈષ્ણવ દેવી ખાતે ફસાયેલા સુરતના 1700 પ્રવાસીઓ ફરી રહ્યા છે પરત, લોકોમાં ખુશીનો માહોલ
vlcsnap-error138
1/8

સૂરત: વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું.
2/8

વૈષ્ણવદેવીની યાત્રાએ ગયેલા 1700 લોકો કટરામાં ફસાય જતા સરકાર પાસે મદદની પુકાર લગાવી હતી. બે દિવસથી માઁ વૈષ્ણવદેવી સમિતિ દ્વારા પણ તમામ યાત્રી માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને પરત સુરત ઘર વાપસી થાય એ માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન ને લઈ ટ્રેન રદ્દ કરાતા તમામ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.
Published at : 24 Dec 2021 02:36 PM (IST)
આગળ જુઓ





















