શોધખોળ કરો
Vadodara: ધ્રુજતા બાળકો, રડતા વાલીઓ અને એમ્બ્યુલન્સના ખડકલા, તસવીરોમાં જુઓ હરણી તળાવના દ્રશ્યો
Vadodara: વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હડકંપ મચી ગયો. બોટમાં 30થી વધુ વિદ્યાર્થી સવાર હતા.

હરણી તળાવ ખાતે બોટ પલટી
1/10

Vadodara: વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હડકંપ મચીગઇ હતી. બોટમાં 30થી વધુ વિદ્યાર્થી સવાર હતા. 12 વિદ્યાર્થી અને બે શિક્ષકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
2/10

એવી પણ માહીતી સામે આવી છે કે, બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
3/10

ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલે પહોંચ્યા છે. આ ઉપરાંત વિધાનસભા દંડક, કલેક્ટર, પોલીસ કમિશ્નર, ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
4/10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
5/10

શિક્ષિકાએ કહ્યું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
6/10

દુર્ઘટનાને કારણે બાળકો એકદમ ડરી ગયા છે. બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા.
7/10

હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકોની સાર સંભાળ લેવા માટે પહોંચી રહ્યા છે.
8/10

ઘટનાસ્થળે ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે.
9/10

બાળકો એટલા ડરી ગયા હતા કે, તેમના વાલીને જોતા જ ગળે વળગી ગયા હતા.
10/10

વાલીઓના આક્રંદની વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. સ્થિતિ એવી હતી કે કોણ કોને છાનું રાખે.
Published at : 18 Jan 2024 07:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
