શોધખોળ કરો
આ સુરતી છોકરીએ 15 હજાર ફૂટની ઉંચાઈએ આકાશમાંથી લગાવી છલાંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી છલાંગ મારવા માગી મંજૂરી.........
શ્વેતા પરમાર
1/5

વડોદરા: ગુજરાત (Gujarat) માટે ગૌરવની વાત છે કે, એક ગુજરાતણ શ્વેતા પરમાર (Shweta Parmar) માત્ર 28 વર્ષની ઊંમરે રાજ્યમાંથી પહેલા સિવિલિયન સ્કાયડાઇવર (Gujarat’s First Woman Civilian Skydiver) બન્યાં છે. આકાશ (Sky) માં ઉડીને આકાશમાંથી હજારો ફૂટ ઉંચાઇ પરથી છલાંગ લગાવવાનું સાહસ કરનાર શ્વેતાએ પ્રથમ ગુજરાતી તરીકે રેકોર્ડ બનાવ્યો છે. શ્વેતા (Shweta Parmar) ને સરકાર પાસેથી મંજૂરી મળતાં કેવડિયા કોલોની સ્થિત વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી છલાંગ લગાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
2/5

તેમના પહેલા દેશમાં માત્ર ત્રણ જ લાયસન્ય ધરાવતા મહિલા સ્કાઈડાઇવર છે- પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત રેચલ થોમસ, શીતલ મહાજન અને અર્ચના સરદાના. શ્વેતાએ પોતાની આ સફર વર્ષ 2016માં શરૂ કરી હતી. સ્પેઇનમાં સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ શ્વેતા પોતાની જાતે જ ઊંચા આકાશમાં ઉડતા શીખી છે.
3/5

શ્વેતા અનુસાર તે અત્યાર સુધી આકાશમાંથી 15 હજાર ફૂટની ઉંચાઇથે સ્પેનમાં 29, દુબઇમાં 3 તથા રશિયામાં 15 વાર છલાંગ લગાવી ચૂકી છે. તેનું સપનું આકાશમાંથી 200 વાર છલાંગ લગાવવાનું છે. તેનું સપનું સાંજના સમયે આકાશમાંથી તથા મધ્યરાત્રિમાં દુબઇ સિટીના આકાશમાંથી છલાંગ લગાવવાનું છે. તે હવે 17 હજાર ફૂટની ઉંચાઇ પરથી આકાશમાંથી છલાંગ લગાવવાની ઇચ્છા ધરાવે છે.
4/5

શ્વેતા વડોદરા (Vadodara) ની એમ એસ યુનિવર્સિટીમાંથી કોર્મસમાં ગેજ્યુએટ, બીબીએ તથા એમબીએ પાસ કર્યા બાદ સુરતની ફાઇનાન્સ કંપનીમાં મેનેજરના પદ પર કામ કર્યું. શ્વેતાએ 18 વર્ષની ઉંમરે તેના પિતાને ગુમાવ્યા હતા. એમ.બી.એ. સુધીનું શિક્ષણ ઘર અને શિષ્યવૃત્તિની સહાયથી પૂર્ણ કર્યું. ત્યારબાદ નાના ભાઇ કૃષ્ણા સાથે મળીને ડિજિટલ માર્કેટિંગનો વ્યવસાય શરૂ કર્યો. છ મહિનામાં સફળ થયા બાદ તેની આર્થિક સ્થિતિ સારી થયા બાદ આકાશમાં છલાંગ લગાવવાનું સ્વપ્ન પુરૂ કર્યું. આકાશમાંથી છલાંગ લગાવવાના સાહસની શરૂઆત વર્ષ 2016માં કરી.
5/5

શ્વેતા (Shweta Parmar) ના અનુસાર તેમણે પિતાને તેમનું નામ રોશન કરવાનું વચન આપ્યું હતું, તે વચન પુરૂ કરી દીધું છે. શ્વેતા હવે યુનાઈટેડ સ્ટેટ્સ પેરાશૂટ અસોસિએશન (USPA) દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ જગ્યાએ અન્ય સ્કાયડાઈવર્સ સાથે જમ્પ કરી શકે છે. તેમણે અત્યાર સુધીમાં સ્પેન, દુબઈ અને રશિયામાં જમ્પ મારી ચૂકયા છે. શ્વેતાએ જણાવ્યું કે, આવનારી જનરેશન અને છોકરીઓના સશક્તિકરણ માટે અન્ય મહિલા સ્કાયડાઈવર્સ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સ્કાયડાઈવનું સપનું છે.
Published at : 19 Jul 2021 02:08 PM (IST)
આગળ જુઓ





















