લગ્ન જેવા પવિત્ર બંધન બાદ પતિ-પત્ની સાત જન્મ સુધી એકબીજા સાથે રહેવા માંગે છે. પરંતુ કેટલાક મામલા અલગ હોય છે. કેટલાક લગ્નો એવા હોય છે જેમાં લગ્ન તૂટ્યા બાદ ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં સોશિયલ મીડિયા સ્ટારે પતિને છૂટાછેડા આપ્યા હતા અને તેના થોડા દિવસો બાદ સાવકા પુત્ર સાથે લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો.
2/7
આ દરમિયાન તે સાવકા પુત્ર વ્લાદિમીર સાથે રિલેશનમાં રહેવા લાગી અને સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી. જે બાદ 2020માં લગ્ન કરવાનો ફેંસલો કર્યો. પણ કોરોનાના કારણે લગ્નમાં થોડો વિલંબ થયો હતો. ગત સપ્તાહે તેણે રજિસ્ટાર ઓફિસમાં જઈને લગ્ન કર્યા અને તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.
3/7
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
4/7
મરીના તેના વધી રહેલા વજનથી પરેશાન હતી. તેણે થોડા સમયમાં ખુદને ફિટ કરીને એક ડોક્યુમેંટ્રી બનાવી હતી. જેના લીધી તે જાણીતી થઈ હતી.
5/7
મારિના અને વ્લાદિમીરના સંબંધના કારણે તેણી પ્રેગ્નેન્ટ બની હતી. થોડા દિવસ પહેલા તેમને ત્યાં સંતાનનો જન્મ થયો છે. તેની તસવીર સોશિયલ મીડિયા પર જાહેર કરીને ફોલોઅર્સને જાણ કરી હતી.
6/7
તેના પૂર્વ પતિએ છૂટાછેડા મુદ્દે જણાવ્યું કે, એક દિવસ પત્ની અને પુત્રને શારીરિક સંબંધ બાંધતા રંગે હાથ ઝડપી લીધા હતા. વ્લાદિમીર ઘરે વેકેશન ગાળવા આવ્યો હતો. જે બાદ આ ફેંસલો લીધો હતો.
7/7
ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે આ મામલો રશિયાનો છે. મરીના બાલામાશેવા એક સોશિયલ મીડિયા સ્ટાર છે. તેના પતિનું નામ અલેક્સી છે. તે તેની સાથે 10 વર્ષ સુધી રહી હતી. બંનેમાં વારંવાર ઝઘડા થતાં રહેતા હતા. આખરે 10 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો ફેંસલો કર્યો હતો. ત્યાં સુધી બધું સામાન્ય હતું પરંતુ મરીનાએ પતિને છૂટાછેડા આપ્યા બાદ સાવકા પુત્ર સાથે રિલેશનમાં રહેવાનો ફેંસલો કર્યો. મરીનાએ એલેક્સી સાથે લગ્ન બાદ ચાર બાળકોને દત્તક લીધા હતા.