શોધખોળ કરો
General Knowledge: શું હતુ ટાઇટેનિકનું પુરું નામ, તમે જાણો છો જવાબ ?
ટાઇટેનિક વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા જહાજોમાંનું એક હતું. જે તેની પ્રથમ સફર દરમિયાન 15 એપ્રિલ 1912ની સવારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

General Knowledge: જ્યારે પણ ઐતિહાસિક જહાજોની વાત થાય છે ત્યારે દરેકના મગજમાં પહેલું નામ આવે છે ટાઇટેનિકનું. જો કે આ જહાજનું પૂરું નામ બહુ ઓછા લોકો જાણે છે. ટાઇટેનિક વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા જહાજોમાંનું એક હતું. જે તેની પ્રથમ સફર દરમિયાન 15 એપ્રિલ 1912ની સવારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું.
2/6

જ્યારે પણ તેની વાત કરવામાં આવે છે ત્યારે લોકો આ દૂર્ઘટનાને યાદ કરીને ડરી જાય છે. જો કે આ વિશાળ જહાજનું પૂરું નામ શું હતું તે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ.
3/6

વાસ્તવમાં, આ વિશાળ જહાજ એટલે કે ટાઇટેનિકનું પૂરું નામ RMS ટાઇટેનિક હતું. તમને જણાવી દઈએ કે RMS નો અર્થ "રૉયલ મેલ સ્ટીમર" છે. આ જહાજમાં ઘણા મુસાફરોની સાથે પત્રો પણ હાજર હતા.
4/6

જ્યારે આ જહાજ બનાવવામાં આવ્યું ત્યારે શિપ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ દુનિયાનું પહેલું જહાજ છે જે ક્યારેય ડૂબી શકતું નથી. આ વિશાળ જહાજ 269 મીટર લાંબુ અને સ્ટીલનું બનેલું હતું.
5/6

તમને જાણીને નવાઈ લાગશે કે ટાઈટેનિક જેવા વિશાળ જહાજને બનાવવામાં 3 વર્ષ લાગ્યા હતા. તેમાં 3 એન્જીન હતા અને તેની ભઠ્ઠીઓ 600 ટન કોલસો ધરાવી શકતી હતી.
6/6

28 મીટર પહોળું અને 53 મીટર ઊંચું આ જહાજ વ્હાઇટ સ્ટાર નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. ટાઇટેનિક જહાજ એક વિશાળ આઇસબર્ગ સાથે અથડાઈને તૂટી ગયુ હતુ. જે બે ટુકડામાં વહેંચાઈ જવાને કારણે ક્યારેય પાછી લાવી શકાતી નથી.
Published at : 16 Apr 2024 12:14 PM (IST)
આગળ જુઓ





















