યુક્રેનના નેતાઓએ કહ્યું છે કે રશિયન સૈનિકો બધુ તબાહ કરીને દેશમાંથી પાછા જઈ રહ્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં વધુ ભયાનક દ્રશ્યો જોવા મળી શકે છે.
2/8
રશિયન સૈનિકોના હુમલા બાદ યુક્રેનના ઘણા શહેરોમાં ઈમારતો, રસ્તાઓ અને વાહનવ્યવહાર બરબાદ થઈ ગયા છે, જ્યારે નાગરિકોના મોતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જેની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે.
3/8
રશિયન સૈનિકો ગયા પછી જર્જરિત શાળાની બહાર પાર્ક કરેલી વાનમાંથી આવશ્યક વસ્તુઓ એકત્રિત કરવા માટે ડઝનેક લોકો કતારમાં ઉભા હતા.
4/8
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબોએ ગુરુવારે ચેતવણી આપી હતી કે જો રશિયન સૈનિકો પાછા હટી જશે તો પણ દેશની મુશ્કેલીઓ ઓછી થવાની નથી. તેમણે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) અને અન્ય દેશોને દેશના પૂર્વ ભાગમાં સંભવિત હુમલાનો સામનો કરવામાં મદદ કરવા માટે શસ્ત્રો પ્રદાન કરવા હાકલ કરી હતી.
5/8
નાટો યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો વધારવા માટે સંમત થયા છે કારણ કે રશિયન દળોએ રાજધાનીની આસપાસના વિસ્તારોમાં તોડફોડ કરી છે.
6/8
કિવ નજીકના બુચા શહેરના મેયર એનાટોલી ફેડોરુકે જણાવ્યું હતું કે તપાસકર્તાઓને ઓછામાં ઓછા ત્રણ સ્થાનો મળ્યા છે જ્યાં રશિયન આક્રમણ દરમિયાન નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે મોટાભાગના લોકોના મોત ગોળીબારથી થયા છે.
7/8
ફેડોરુકે જણાવ્યું હતું કે બુધવાર સુધીમાં 320 મૃતદેહોની ગણતરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શહેરમાં વધુ મૃતદેહો મળી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. ફેડોરુકે કહ્યું કે અગાઉ શહેરની વસ્તી 50 હજાર હતી, હવે માત્ર 3,700 જ બાકી છે.
8/8
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમના રાત્રિના સંબોધનમાં કહ્યું કે બુચામાં ભયાનક દ્રશ્યો માત્ર શરૂઆત હોઈ શકે છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે બુચાથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા બોરોડિઆન્કા શહેરમાં જાનહાનિ વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે ત્યાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.