નોંધનીય છે કે સ્મૃતિએ બીજેપીની ટિકીટ પર 2014ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડી હતી, પરંતુ રાહુલ ગાંધીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો, બાદમાં 2019માં રાહુલ ગાંધીને જોરદાર ટક્કર આપીને અમેઠીને જીતી લીધુ હતુ. (ફાઇલ તસવીર)
2/7
44 વર્ષીય સ્મૃતિ ઇરાની હાલ મોદી સરકારમાં કેન્દ્રીય કેબિનેટમાં કાપડ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે પદભાર સંભાળી રહ્યાં છે. રાજકીય કેરિયર શરૂઆત પહેલા સ્મૃતિ ટીવી એક્ટ્રેસ હતી.(ફાઇલ તસવીર)
3/7
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારમાં સ્મૃતિ ઇરાની આજે મંત્રીપદ પર છે. ટીવી સ્ટારથી રાજનેતા બનેલી સ્મૃતિ ઇરાનીના દેશમાં ખુબ પ્રસંશકો છે. સોશ્યલ મીડિયા પર પોતાના પ્રસંશકોને અવાર નવાર વીડિયો અને તસવીર શેર કરીને સ્મૃતિ ઇરાની હંમેશા ચોંકાવતી રહે છે. હવે તેને એક એવી તસવીર શેર કરી છે જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. (ફાઇલ તસવીર)
4/7
આ તસવીર પર હજારોની સંખ્યામાં કૉમેન્ટ અને લાઇક્સ આવી રહ્યા છે. (ફાઇલ તસવીર)
5/7
સ્મૃતિ ઇરાનીએ પહેલી ડિસેમ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક નવી જ પૉસ્ટ કરી છે, જેમાં તેને પોતાની બે તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે એકદમ ગુસ્સામાં દેખાઇ રહી છે. (ફાઇલ તસવીર)
6/7
સ્મૃતિ ઇરાનીએ તસવીર શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું- '#taazatuesdays ના શુભ અવસર પર પેશ છે હૉટ એન્ગ્રી મી લૂક. રિસ્તો કે ભી રૂપ બદલતે હૈ, હાવ ભાન નહીં બદલતે.(ફાઇલ તસવીર)
7/7
સ્મૃતિ ઇરાનીએ કોલાજ શેર કર્યો છે, જેમાં એકમાં તેને પોતાના નાનપણની અને બીજામાં હાલના સમયની તસવીર શેર કરી છે. તથ્ચ એ છે કે તસવીરોમાં સ્મૃતિ ઇરાની એક જેવી જ એક્સપ્રેશન આપી રહી છે. બન્ને તસવીરોમાં સ્મૃતિ ઇરાની ગુસ્સામાં છે. (ફાઇલ તસવીર)