ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI ક્રિકેટમાં 250 સિક્સર મારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં હાંસલ કરી છે. આ મેચમાં પાંચ સિક્સ ફટકારવાની સાથે જ તેણે વનડે ક્રિકેટમાં તેની 250 સિક્સ પણ પૂરી કરી લીધી. વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા ચોથા સ્થાને છે.
2/6
આ યાદીમાં સૌ પ્રથમ સ્થાને પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદી છે. તેણે પાકિસ્તાન તરફથી 398 વન-ડે મેચ રમી છે. તેણે 351 સિક્સ ફટકારી છે.
3/6
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓપનર ક્રિસ ગેઇલ આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે 301 વન-ડે મેચમાં 331 સિક્સ ફટકારી છે.
4/6
આ યાદીમાં ત્રીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યા છે. તેણે 445 મેચમાં 270 સિક્સ ફટકારી છે.
5/6
વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા ચોથા સ્થાન પર પહોંચ્યો છે. તેણે 231 વન-ડે રમી છે જેમાં તેણે 9359 રન બનાવ્યા હતા.
6/6
આ યાદીમાં પાંચમા સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. જેણે 350 વન-ડે મેચમાં 229 સિક્સ ફટકારી છે.