શોધખોળ કરો
IPL 2022: લગ્ન પછી RCB સાથે જોડાયો ગ્લેન મેક્સવેલ, રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ સાથે મસ્તી કરી

ચહલ-મેક્સવેલની મસ્તી
1/7

IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે સારા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ફરજિયાત ક્વોરેન્ટાઈન પૂર્ણ કર્યા બાદ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. મેક્સવેલ તેના લગ્નને કારણે આરસીબી માટે પ્રથમ બે મેચમાં ભાગ લઈ શક્યો ન હતો.
2/7

RCB હવે 4 એપ્રિલે તેની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આરસીબીને પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચમાં તેણે કોલકાતાને 3 વિકેટે હરાવ્યું હતું.
3/7

ગ્લેન મેક્સવેલ રાજસ્થાન સામેની મેચમાં રમે તેવી અપેક્ષા છે. આરસીબીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં મેક્સવેલ અને ચહલ મસ્તી કરતા જોવા મળે છે. યુઝવેન્દ્ર ચહલ હવે આરસીબીને બદલે રાજસ્થાન ટીમનો ભાગ છે, તેથી તે બંને માટે ખાસ બેઠક હતી.
4/7

IPL 2021માં RCBના અભિયાનમાં ચહલ અને મેક્સવેલની મહત્વની ભૂમિકા હતી. મેક્સવેલે IPLમાં તેના બીજા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં 513 રન બનાવ્યા, જ્યારે લેગ સ્પિનર ચહલે 18 વિકેટ લીધી. આ પ્રદર્શનથી RCBને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ મળી.
5/7

IPL 2021 પછી, મેક્સવેલને RCB દ્વારા તેમની બીજી પસંદગી તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો. બીજી તરફ, ચહલને હરાજીમાં જવું પડ્યું, જ્યાં રાજસ્થાન રોયલ્સે ચહલને 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. લેગ સ્પિનર ચહલે બે મેચમાં પાંચ વિકેટ સાથે નવી ફ્રેન્ચાઈઝી સાથે તેના કાર્યકાળની શરૂઆત કરી હતી.
6/7

IPL 2022 માટે ગ્લેન મેક્સવેલને કેપ્ટન બનાવવાની વાતો ચાલી રહી હતી, પરંતુ ફ્રેન્ચાઇઝીએ ફાફ ડુ પ્લેસિસને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આવી સ્થિતિમાં મેક્સવેલ આગામી દિવસોમાં આ આફ્રિકન ખેલાડીની કેપ્ટનશીપમાં રમતા જોવા મળશે.
7/7

ગ્લેન મેક્સવેલે ગયા મહિને 27 માર્ચ (રવિવાર) ના રોજ તમિલ રિવાજો અનુસાર વિની રમન સાથે લગ્ન કર્યા. મેક્સવેલ વર્ષ 2017થી ભારતીય મૂળની વિનીને ડેટ કરી રહ્યો હતો. તમિલ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવાના થોડા દિવસો પહેલા જ બંનેએ સાદગીપૂર્ણ વિધિથી લગ્ન કર્યા હતા. તમામ ફોટો ક્રેડિટ્સ: (ઇન્સ્ટાગ્રામ/ટ્વિટર)
Published at : 05 Apr 2022 06:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
