શોધખોળ કરો
Rohit Records: 'હીટમેન' રોહિત શર્માના 5 મહારેકોર્ડ, જેને ક્રિકેટમાં તોડવા અસંભવ છે...
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. રોહિતના નામે પાંચ મહાન રેકોર્ડ છે, જેને તોડવા અશક્ય છે...
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Rohit Sharma records in International cricket: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માના નામે ઘણા રેકોર્ડ છે, જેને તોડવું કોઈપણ બેટ્સમેન માટે લગભગ અશક્ય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. રોહિતના નામે પાંચ મહાન રેકોર્ડ છે, જેને તોડવા અશક્ય છે...
2/6

ODI ફોર્મેટમાં ત્રણ બેવડી સદી - રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે જેણે ODI ફોર્મેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે 264 રન અને 2017માં શ્રીલંકા સામે અણનમ 208 રન બનાવ્યા હતા.
3/6

વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કૉર - રોહિત શર્માના નામે વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કૉરનો રેકોર્ડ છે. રોહિત શર્માએ 2014 માં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામે 264 રનની ઇનિંગ રમી હતી. આ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કૉર છે.
4/6

રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા - આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ કુલ 633 છગ્ગા ફટકાર્યા છે. તેણે ટેસ્ટમાં ૮૮, વનડેમાં ૩૪૦ અને ટી૨૦માં ૨૦૫ છગ્ગા ફટકાર્યા છે.
5/6

એક ટૂર્નામેન્ટમાં પાંચ સદી - રોહિત શર્માના નામે એક ટૂર્નામેન્ટમાં પાંચ સદી ફટકારવાનો રેકોર્ડ છે. રોહિત શર્માએ 2019 ODI વર્લ્ડકપમાં કુલ પાંચ સદી ફટકારી છે. આ રેકોર્ડની નજીક પણ કોઈ બેટ્સમેન નથી.
6/6

T20 વર્લ્ડકપ જીતનારો સૌથી મોટી ઉંમરના કેપ્ટન - રોહિત શર્મા T20 વર્લ્ડકપ જીતનાર સૌથી મોટી ઉંમરના કેપ્ટન છે. રોહિત શર્માએ 37 વર્ષની ઉંમરે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2024 માં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો.
Published at : 04 Mar 2025 02:21 PM (IST)
આગળ જુઓ
Advertisement





















