બેંગલુરુઃ ઇન્ડિયન પ્રિમિયર લીગના મેગા ઓક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી કરાશે. આ મેગા ઓક્શનમાં 200થી વધુ ખેલાડીઓ ખરીદાય તેવી સંભાવના છે. હરાજીમા તમામ ટીમો ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખરીદવાનો પ્રયાસ કરશે. એવા અનેક ભારતીય ખેલાડીઓની હરાજી થશે જેમણે હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. આવો જાણીએ એવા પાંચ અનકેપ્ડ ખેલાડીઓ જેમને મળી શકે છે મોટી રકમ.
2/6
વિદર્ભના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો હિસ્સો રહી ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેને તક મળી નથી. તમામ ટીમો તેના પર નજર રાખશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સીઝનમાં જીતેશે સાત ઇનિંગમાં 235ની સ્ટ્રાઇક રેટથી 214 રન બનાવ્યા હતા.
3/6
શ્રીકર ભરતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નથી. આઇપીએલની છેલ્લી સીઝનમાં શ્રીકર ભરતે આરસીબી ટીમનો હિસ્સો હતો. દિલ્હી વિરુદ્ધ તેણે છેલ્લા બોલે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. 28 વર્ષના શ્રીકર ભરતનો ટી-20માં સ્ટ્રાઇક રેટ 109નો છે. તેણે વિજય હજારે ટ્રોફીમા સતત બે મેચમાં 156 અને અણનમ 161 રનની ઇનિંગ રમી હતી.
4/6
19 વર્ષના રાજ બાવા અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમની જીતનો હિરો હતો. તેણે યુગાન્ડા વિરુદ્ધ 162 રનની ઇનિંગ રમી હતી. ફ્રેન્ચાઇઝી તેને ખરીદવા માટે પોતાનો ખજાનો ખોલી શકે છે.
5/6
19 વર્ષના તિલક વર્મા 2020 અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. તેણે હૈદરાબાદ માટે 15 ટી-20 મેચમાં 143ની સ્ટ્રાઇક રેટથી 381 રન બનાવ્યા છે.
6/6
વિદર્ભના ઝડપી બોલર દર્શન નાલકંડેનો ટી-20માં શાનદાર રેકોર્ડ છે. ટુનામેન્ટમાં પંજાબ કિગ્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. પરંતુ તેને હજુ સુધી રમવાની તક મળી નથી. 23 વર્ષના દર્શનના નામે ફક્ત 22 ટી-20 મેચમાં 43 વિકેટ છે. તેણે બે વખત પાંચ વિકેટ અને ત્રણ વખત ચાર વિકેટ ઝડપી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સીઝનમાં તેણે કર્ણાટક સામે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી.